ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર નાઓની સૂચના મુજબ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓ તેમજ સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ નાઓએ અનડીટેકટ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની
સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સિસ તેમજ બાતમી હકીકત રાહે અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ગુન્હાની વિગત :
તા.૧૪/૦૬/૨૦૨૪ ના જયશ્રીબેન વા/ઓ જનકભાઇ દલપતભાઇ ત્રીવેદી ઉ.વ.૬૦ ધંધો. નિવૃત રહે. મહુવા, રણછોડનગર જી.ભાવનગર વાળા પોતાના પરિવાર સાથે સા.કુંડલા મુકામે અમરેલી રોડ ઉપર આવેલ બ્રાહ્મણ વાડીમાં લગ્ન પ્રસંગે આવેલ હતા અને વાડીની બહાર કોલ્ડ્રીંક્સની દુકાને સોડા પીવા ગયેલ ત્યારે તેમની પાસે રહેલ પર્સ જે પર્સમાં બે મોબાઇલ ફોન તેમજ એક સોનાની બુટી તથા રોકડા રૂ.૫૫૦૦/- હોય જે પર્સ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જેથી જયશ્રીબેન વા/ઓ જનકભાઇ દલપતભાઇ ત્રીવેદી ઉ.વ.૬૦ ધંધો, નિવૃત રહે, મહુવા, રણછોડનગર જી.ભાવનગર વાળા અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ તા.૧૪/૦૬/૨૦૨૪ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં પાર્ટ એ’ ગુ.ર.નં – ૨૪૮/૨૦૨૪ આઇ.પી.સી. કલમ – ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ.
– પકડાયેલ આરોપીની વિગત:
ભાવનાબેન વા/ઓ કેશુભાઇ દાનાભાઈ વાળા ઉ.વ.૫૦ ધંધો. ઘરકામ રહે. ગામ-આંબરડી તા.સાવરકુંડલા જી અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત:
(૧) એક સોનાની બુટી આશરે કી.રૂ.૩૦,૦૦૦/-
(૨) રોકડા રૂ.૫૫૦૦/-
(૩) એક vivo કંપનીનો કાળા કલર નો Y17s મોડલનો મોબાઇલ કી.રૂ.૧૨૪૯૯/-
(૪) એક samsung કંપનીનો J7 મોડલનો મોબાઇલ કી.રૂ.૧૦,૦૦૦/-
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.પરમાર તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ, હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ જીવરાજભાઇ, પો.કોન્સ જીતુભાઈ ગોબરભાઈ, પો.કોન્સ.વનરાજભાઇ ગભાભાઇ પો.કોન્સ. મહેશભાઇ ગીરજાશંકરભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments