આજથી પચાસ વર્ષ પહેલાની પરંપરા સાવરકુંડલા નજીક આવેલ દિતલા ગામના ડોબરિયા પરિવારે જાળવી અને શણગારેલા બળદ ગાડામાં નેસડી મુકામે જાન પરણવા ગઈ. સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડાને શણગારવા માટેના દેશી ભરત અને ઝુલો શોધી આજથી પ0 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટેનો પ્રયત્ન લલિતભાઇ ડોબરિયા પરિવાર સફળ કરી બતાવ્યું.
પોતાના પુત્રના લગ્નની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરતકામથી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યા અને 9 જેટલા બળદગાડાની જાડેરી જાન દિતલાથી નેસડી આવી પહોંચી. નાનપણમાં દાદાજીની વાતોમાં એવું સાંભળવા મળતું કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી રીતે થતાં હશે કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે એ વાતોમાં રસ પડયો અને એક તમન્ના જાગી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાનજોડીને કરવા છે. આખરે આ ડોબરીયા પરિવારના પુત્રને આ સપનું સાકાર કરવાનો અવસર મળ્યો અને બળદગાડામાં બેસીને પરણવા જવાનું એક અનોખો રોમાંચ અને અનુભવ થયો તેમજ પ્રકૃતિના દર્શન કરતા કરતા દેશી લગ્નગીત અને બળદના રણકતા ઘૂઘરાનો અવાજએ મુસાફરી કંઈક અનોખી જ અનુભવવા મળી. સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝનમાં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં જતા હોઈએ છીએ જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમ્યો અને નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ પણ આપે છે.
પોતાની જાન બળદગાડામાં આવી રહી છે તેનું ગૌરવ અને આનંદ પરણિતાને છે જ. નવી પેઢીને બળદગાડાની પરંપરાથી અવગત કરાવવા માટેના સસુર પક્ષના પ્રયાસને માત્ર કન્યાપક્ષ નહીં પરંતુ સમગ્ર ગામે એનો અનુભવ કર્યો આનંદ માણ્યો અને ગામ હિલોળે ચડયું ત્યારે બળદગાડાની પરંપરા અને એ જાન ખરેખર જોવા જેવી અને માણવા જેવી હોય છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ હેલિકોપ્ટરમાં તો કોઈ લકઝરી બસમાં અને ફોરવીલમાં પોતાના પુત્રને પરણાવવા જઈ રહ્યા છે ત્યારે આ સમયમાં આજથી પ0 વર્ષ પહેલાની શણગારેલા બળદગાડામાં જાન લઈ જવાનીપરંપરાને જાળવી નવી પેઢીને એક અનોખો અને રોમાંચિત કરનારો અનુભવ કરાવ્યો છે જે ખુબ જ સરાહનીય છે.
Recent Comments