સાવરકુંડલાના રઘુવંશી યુવા અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાના ઘરે અક્ષત કળશની પધરામણી.. અક્ષત કળશની પધરામણી થતાં ધન્યતા અનુભવતો નાગ્રેચા પરિવાર.
રામ આયેગે તો અંગના સજાયેંગે બસ આ સમજને પોષિત કરવા માટે અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશની વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહીની તેમજ માતૃશક્તિ સાવરકુંડલા જિલ્લા દ્વારા આજરોજ અક્ષત કળશ અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરના આડી શેરી ભાણબાપુની શેરી સહીત તમામ વિસ્તારોમાં પધરામણી થતાં આ વિસ્તારના રઘુવંશી યુવા અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાના અહોભાગ્ય કે ૫૦૦ વર્ષથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની બનવાની કલ્પના કરતા હતા તે અક્ષય કળશની પધરામણી તેમના ઘરે થઈ અને એના દર્શન પૂજન કરવાનો આ પરિવારને લ્હાવો પ્રાપ્ત થયો.તેમના ઘરે અક્ષત કળશની પધરામણી થતાં આ પરિવારે ધન્યતાની લાગણી અનુભવી પ્રભુ શ્રીરામના ચરણોમાં શીશ નમાવી વંદન કર્યા.
Recent Comments