સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા જલારામ મંદિર પાસે જુના સમયના મોળા પાણી ના નળ વાળી જગ્યા પાસે વોર્ડ નંબર 2 ના રહેવાસીઓ, યુવાનો, વિદ્યાર્થી ભાઈઓ, બહેનો માટે એક સુવિધા યુક્ત પુસ્તકાલય બનાવવાની સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે જો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ, યુવાનો માટે લાઇબ્રેરી બનાવવામાં આવે તો હાલના મોબાઈલ અને સોશિયલ મીડિયા ના યુગમાં યુવાનો વાંચનથી વિમુખ થતાં જાય છે તેને જો પુસ્તકાલય ની સુવિધા ઉપલબ્ધ થાય તો સોશિયલ મીડિયા ના વળગણ થી યુવાનો ફરી પાછા વાંચન તરફ વળે અને તેઓ જ્ઞાન સમૃદ્ધ બને, તો તેનો ફાયદો સમાજ ને પણ મળી શકે તેમ જણાવી વોર્ડ નં ૨ માં લાઇબ્રેરી બનાવવાની રજૂઆત કરી તેની નકલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને પણ મોક્લી છે.
સાવરકુંડલાના વોર્ડ નંબર 2 માં લાઇબ્રેરી બનાવવા ઉપપ્રમુખ નાકરાણી ની નગરપાલિકામાં રજૂઆત.

Recent Comments