સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ માં 40 વર્ષીય મહિલાના ગર્ભાશયની ગાંઢ તથા ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં આવેલ હતું ગર્ભાશયની અંદર 4 ગાંઢ અને સૌથી મોટી ગાંઠનું વજન 1 કિલોથી વધારે હતું ખૂબજ મુશ્કેલી વાળું તેમજ હાઈ રિસ્ક ઓપરેશન કરનાર ડો. વિજય નાકરાણી અને એનેસ્થેસ્ટિક ડો. સંધ્યા પટેલ અને ઓપરેશન થિયેટરમાં કામ કરનાર નર્સિંગ સ્ટાફ જેમાં વિલાસ ગોલ, મનીષભાઈ બગડા, ક્રિષ્નાબેન પરમાર દ્વારા આ ઓપરેશન સફળતા પૂર્વક પૂરું કરેલ હતું ઓપરેશન ડો.નયન ચૌહાણ ઓપરેશનમાં મદદ કરેલ મોટા જોખર્મી ઓપરેશનો પ્રાઈવેટ હોસ્પિટલમાં કરવામાં આવે તો દર્દીને લાખો રૂપિયા ચૂકવવા પડતાં હોયછે જે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં તદન ફ્રી માં કરવામાં આવેછે ઉપરાંત આજદિન સુધીમાં ચાલુ માસની એમની0100 પ્રસૂતિઓ કરવામાં આવેલ0જેમાં 72 નોર્મલ પ્રસૂતિ અને 28 સીઝરિયન પ્રસૂતિઓ કરવામાં આવેલ ડૉ.વિજય નાકરાણી ગાયનેક, ડો.સાગર કાતરિયા મેડિકલ ઓફિસર તેમજ હર્ષાબેન પરમાર એન.પી.એમ. તથા તમામ વોર્ડના નર્સિંગ સ્ટાફ સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ માટેની તમામ આધુનિક સુવિધાઓ તેમજ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે શ્રેષ્ઠ કાળજીઓ અને સારવાર પૂરું પાડેછે તેમજ નવજાત શિશુને જન્મની સાથે અપાતાં તમામ વેક્સિન પણ આપવામાં આવે છે.
સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ માં ગર્ભાશય ની કોથળીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્યું.

Recent Comments