આમ તો સાવરકુંડલાની વર્ષો જૂની સ્થિતિમાં હવે બદલાવ આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાવરકુંડલા નગરપાલિકાનું સમગ્ર તંત્ર સ્વચ્છતા ઝુંબેશ તથા દિવાળી દરમિયાન જાહેર સ્થળોને સુશોભિત કરવાના પ્રયાસો, શહેરના પહોળા રસ્તાઓ માટે ટ્રાફિક મેનેજમેન્ટ, તેમજ વર્ષોથી ભેંકાર નાવલી નદીને સ્વચ્છ કરવાનું કાર્ય આજે સેનિટેશન વિભાગ દ્વારા દિવસ રાત કામગીરી થઈ રહી છે. હવે લાગે છે કે સાવરકુંડલા એક નવો અવતાર ધારણ કરી સમગ્ર જિલ્લામાં એક નવી પહેચાન ઉભી કરવા જઈ રહ્યો છે. આ સંદર્ભે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આગવી સૂઝ અને ભાજપના કાર્યનિષ્ઠ કાર્યકરોની ધગશ અને ખંત તેમજ નગરપાલિકાના હોદેદારો તેમજ કર્મચારીઓને પણ હવે દુનિયાને દેખાડી દેવું છે કે એવી સદભાવના.. હવે સાવરકુંડલા એ ખરેખર સુવર્ણ કુંડલા બની શકે છે એવી સંભાવના સેવાઈ રહી છે. એક વાત પણ સ્પષ્ટ છે કે બહાર ગામ રહેતાં સાવરકુંડલાના લોકો પણ આજે દિવાળી અને નૂતન વર્ષના પ્રસંગે સાવરકુંડલા પધારે છે ત્યારે તેના મુખમાંથી પણ ઓહ, સાવરકુંડલા!! એવા શબ્દો સ્વાભાવિક રીતે સરી પડે તો નવાઈ નહી. અંતમા સાવરકુંડલાનું નસીબ જાગ્યું છે એ વાતનો અહેસાસ તો જરૂર થાય છે.
સાવરકુંડલાની બદલતી સુરત..! ઓહ, સાવરકુંડલા!! આપડું કુંડલા..

Recent Comments