જય ભારત સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, અમરેલી જીલ્લાને ગાંધીનગર અમદાવાદ (પાટનગર) સાથે ચાર માર્ગીય રસ્તાઓ સાથે જોડવા અંગે અમોએ ગત વિધાનસભા સત્ર દરમ્યાન વિધાનસભામાં આ મુદ્દાની ચર્ચા સાથે રજુઆત કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લાને ગાંધીનગર – અમદાવાદ (પાટનગર) સાથે જોડવા નીચે મુજબના રસ્તાઓને ચાર માર્ગીયકરણ કરવા ખુબજ જરૂરી હોય જે પૈકી અમુક રસ્તાઓને રાજય સરકારશ્રી દ્વારા ચાર માર્ગીય કરવામાં આવેલ છે તેમજ હાલ અમુક જગ્યાએ કામગીરી પ્રગતીમાં છે પરંતુ, નીચે મુજબના રસ્તાઓ માત્ર ૧૦ મીટર પહોળાઇ ધરાવતા હોય અને હાલની ટ્રાફીકની સમસ્યાઓ ઘ્યાને લેતા ચાર માર્ગીય કરવા ખુબજ જરૂરી છે કારણ કે, સાંકડા રસ્તાના કારણે અકસ્માતો થવાની પુરી સંભાવના રહેલી છે તેમજ અમુક જગ્યાએ અકસ્માતો બનેલાના બનાવો પણ બનેલ છે તેથી, લોકોની સુખાકારી અને અકસ્માતો થતા અટકાવવા માટે ચાર માર્ગીય રસ્તા કરવા ખુબ અત્યંત આવશ્યકતા જણાય છે.
૧. વલ્લભીપુર – ધોળા રંઘોળા જંકશન સુધી ૧૮ કિ.મીનો રાજયધોરી માર્ગ ભાવનગર મા.મ વિભાગમાં આવે છે.
૨. ચાવંડ – લાઠી – અમરેલી સુધી ૩૦ કિ.મી રાજયધોરી માર્ગ અમરેલી મા.મ વિભાગમાં આવે છે.
આ ઉપરોકત રસ્તાને કેન્દ્ર સરકારના નોટીફીકેશન નંબર NH-14013/2019 P & M તા.૨૬-૦૫- ૨૦૨૦થી નેશનલ હાઇવે નં.351-F જાહેર કરેલ છે જેને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની વિભાગીય કચેરી રાજકોટને જરૂરી કાર્યવાહી કરવાની થાય છે
3.
અમરેલી – સાવરકુંડલા – બાઢડા સુધી ૪૫ કિ.મી નેશનલ હાઇવે નં.૩૫૧ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ રાજકોટ હસ્તક આવેલ છે.
૪. બાઢડા – રાજુલા – પીપાવાવ પોર્ટ સુધી ૩૩ કિ.મી રાજધોરી માર્ગ મા.મ અમરેલી હસ્તક આવેલ છે. આમ ઉપરોકત રસ્તાઓને ચાર માર્ગીય કરવામાં આવે તો અમરેલી જીલ્લાને તેમજ દરીયાકાંઠાના પીપાવાવ
પોર્ટ તથા રાજુલા તાલુકામાં આવેલ ઉદ્યોગોને પણ વેગ મળે તેમ છે અને ટ્રાફીકની સમસ્યા પણ નિવારી શકાય તેમ છે તેથી, ઉકત રસ્તાઓને ચાર માર્ગીય બનાવી અમરેલીને ગાંધીનગર – અમદાવાદ (પાટનગર) સાથે જોડવા માટે ચાર માર્ગીય રસ્તા બનાવવા મારી વિનંતી સહ ભલામણ થાય છે.
















Recent Comments