અમરેલી

સાવરકુંડલામાં આવેલ કન્યા શાળા નંબર બે ની વિદ્યાર્થીની પઠાણ જીયા મોહસીન ખાને ચેસ રમતમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરતાં શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા

આજ રોજ શાળા નંબર બે કન્યાશાળાની વિદ્યાર્થીની પઠાણ જીયા મોહસીન ખાન ચેસ રમત મા તાલુકા કક્ષાએ બીજો નંબર આવ્યો છે એટલે સમગ્ર શાળા પરિવાર તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવેલ. તેમજ  આજ રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ડૉકટર ઋતિક સાહેબ અને તેમની ટીમ તથા આચાર્યા  ભારતીબેન દ્વારા ધોરણ ૧ થી ૮ ની બાળાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી  અને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતુ, એમ આચાર્યા ભારતીબેનની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts