અમરેલી

સાવરકુંડલામાં નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું

સાવરકુંડલામાં શહેરમાં મેગા ડીમોલેશનની કામગીરી કરવામાં આવી. જેમાં 

સાવરકુંડલા ના મહુવા રોડ, રેલવે સ્ટેશન રોડ, અમરેલી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, હાથસણી રોડ સહિત અનેક વિસ્તારોમાં બિન અધિકૃત રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા. આ ડિમોલિશનમાં

ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ઓટલાઓ, છાપરા, બોર્ડ, કેબીનો વગેરે દૂર કરવામાં આવ્યા…. આ મેગા ડિમોલિશનની કામગીરીમાં

નગરપાલિકાના કર્મચારીઓ, માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ, પી.જી.વી.સી.એલ. ના કર્મચારીઑને સાથે રાખી  ડીમોલેશન કરવામાં આવ્યું.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયલ. અમરેલી જિલ્લા એસ.પી. શ્રી હિમકરસિંહ સાહેબ, પ્રાંત અધિકારીશ્રી, ડી.વાય.એસ.પી., શ્રી વોરા સાહેબ, મામલતદારશ્રી, પી.આઈ. શ્રી સોની સાહેબ સહિત ૪૦૦ થી વધુ પોલીસનો ચુસ્ત બદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Related Posts