સાવરકુંડલા આજે ખરાં અર્થમાં રામ રંગે રંગાયું.. ઠેર ઠેર જ્ઞાતિ જાતિના વાડા તોડી ફક્ત રામદર્શનના વિવિધ કાર્યક્રમો યોજાયા.
આજે સમગ્ર સાવરકુંડલા શહેર રામમય બન્યા. લોકોએ પોતાના ધંધા સ્વેચ્છાએ બંધ રાખીને અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીં સાવરકુંડલા ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી.. ઠેર ઠેર રંગોળી સુશોભન અને ફટાકડા ફોડીને આ ઉત્સવને મનભરીને ઉજવતાં જોવા મળેલ. અરે ખાણીપીણી સમેત તમામ ધંધા રોજગાર બંધ રાખી લોકોએ એ પ્રદર્શિત કર્યું કે બસ આજે આ પ્રભુ રામજીના રૂડા અવસરને મન ભરીને માણવો છે. સાવરકુંડલા શહેરમાં જ્યાં નજર નાખો ત્યાં કોઈને કોઈ કાર્યક્રમ અંતર્ગત આરતી, પૂજા અર્ચના, પ્રસાદ, મહાપ્રસાદ, ડી. જે. દ્રારા પ્રભુ શ્રી રામના ગુણગાન થઈ રહ્યા હતાં દુકાનો સદંતર બંધ હતી આ અદભૂત દ્રશ્યો જોઈને તો અવધપુરી જેવો માહોલ રચાયો હોય તેવું લાગતું હતું..
જેમાં શોરાવાડી ખાતે મહાઆરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે પૂ. ભક્તિરામબાપુએ ઉપસ્થિત રહીને એકતા અને સમરસતા વિશે મનનીય ઉદ્બોધન કર્યું હતું. તો અહીં બાપા સીતારામની મઢુલી ખાતે પણ ભાવિકોએ ભગવાન શ્રી રામજીની આરતી ઉતારી હતી. તો આગળ ક્રિષ્ન પ્લોટ શેરી નંબર છ પાસે આવેલ મંદિર પાસે પણ ભક્તજનો ઉપસ્થિત રહીને પ્રભુના ગુણગાન દર્શન કરતાં જોવા મળેલ. આગળ રઘુવંશી પરા ખાતે આવેલ રામજી મંદિર ખાતે પણ ભક્તો ભગવાન રામજીના દર્શન કરી ધન્યતા અનુભવતાં જોવા મળેલ તો આગળ વજલપરા રામજી મંદિર ખાતે વિશાળ ચોકમાં અયોધ્યા મુકામેથી ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા તથા કરશનભાઈ ડોબરીયા સમેત અનેક ભક્તજનો નિહાળીને પ્રસન્નતા અનુભવતાં જોવા મળેલ. તો આગળ જતાં મેઈન બજારમાં આવેલ કુંડલપુર હનુમાનજી મંદિર ખાતે પણ મહંતશ્રી કરશનગિરિ બાપુની ઉપસ્થિતિમાં આ વિસ્તારના વેપારી અગ્રણીઓ આરતીનો લ્હાવો લઈ રહ્યા હતા. આગળ જતાં લુહાર વાડી ખાતે પણ રામજીની આરતી અને સમૂહ જ્ઞાતિ પ્રસાદ ભોજનનું આયોજન થયું હતું. સાવરકુંડલા શહેરના જલારામ મંદિર ખાતે પણ ભકતણો દ્વારા આરતી દર્શનનો લ્હાવો લેતાં જોવા મળેલ
એકંદરે લોકો સ્વયંભૂ આજે રામ દર્શન અને તે અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં.હજુ સાંજે પણ કેટલાય વિવિધ કાર્યક્રમો યોજાશે. .આજના પ્રસંગે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી કોમી એખલાસ અને ભાઈચારાનો સંદેશ આપ્યો. ટૂંકમાં આજે સાવરકુંડલાનું જે દ્રશ્ય સર્જાયું તે જ્ઞાતિ જાતિના વાડા તોડીને રામમય જોવા મળેલ.બસ એક જ શબ્દ અદ્ભુત, અલૌકિક, ઐતિહાસિક પળને ખરા અર્થમાં લોકોએ હરખભેર આ પ્રસંગને વધાવ્યો.
Recent Comments