અમરેલી

સાવરકુંડલા આર.કે. સ્કૂલ અને પ્રિયાંશી પ્લે હાઉસ ના વિદ્યાર્થી ઓનો પ્રવાસ યોજાયો

સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે.પ્રાયમરી સ્કૂલ અને પ્રિયાંશી પ્લે હાઉસ ના બાળ મંદિર થી ધોરણ આઠ ના બાળકો નો રાજકોટ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો જેમાં વિદ્યાર્થી ઓએ પ્રદ્યુમ્ન ઝુ પ્રાણી સંગ્રાલય, ફન વર્લ્ડ, રોટરી ડોલ્સ મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ વગેરે સ્થળો એ શાળા ના બાળકો આનંદ અને જ્ઞાન મળી તેવા સ્થળો ની મુલાકાત શાળાના મેનેઝિંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી દ્વારા સ્થળો અને તેમના વિશે જાણકારી આપી હતી.


બાળકોને આનંદ સાથે જ્ઞાન પણ મળે તેવા સ્થળોના પ્રવાસના આયોજન નીતિ નિયમો સાથે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ અને અભ્યાસ ની સાથોસાથ પ્રવાસ, પર્યટન, પ્રદર્શન પણ સાવરકુંડલા ની પ્રિયાંશી પ્લે હાઉસદ્વારા કરવામાં આવ્યો હતો જેનાથી બાળકમાં લાંબો સમય સ્મૃતિ રહે છે સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે હાલ શિયાળા ની ઋતુમાં શાળા ઓના પ્રવાસ કરવામાં આવ્યો હતો
પ્રિયાંશી પ્લે હાઉસ સ્કૂલના બાળકોને ગમ્મત અને આનંદની સાથે જ્ઞાન પણ મળે તેવા સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રવાસનું નામ સાંભળતાં જ બાળકનું મન થનગની ઊઠયા હતા

પ્રવાસ ગયા બાદ તેનું મન બધે જ ઘૂમી જાણ્યું હતું ત્યારે પ્રવાસ માટે સ્થળો માં ફેવરિટ સાયન્સ સિટી, ઐતિહાસિક સ્મારકો, દરિયાકાંઠો શાળાઓમાં યોજવામાં આવતા પ્રવાસમાં મોટાભાગે બાળકોને આનંદની સાથે જ્ઞાન પણ મળે, ગુજરાતનો ઈતિહાસ, વારસો, પુરાતત્ત્વ સહિતના વિષયોને સમજે તેવા સ્થળો વધુ પસંદ કરવામાં આવેછે સાયન્સ સિટી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નળાબેટ સીમા દર્શન, પ્રાચીન મહેલો, ઐતિહાસિક કિલ્લાઓ, પુરાતત્ત્વ વિભાગની સાઈટો, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, ગુજરાતના પ્રખ્યાત મ્યુઝિયમ વિદ્યાર્થી ઓએ નિહાળ્યો હતો તેમ ધોરણ બે નો વિદ્યાર્થી યુગ ની યાદી જણાવેલ.

Related Posts