અમરેલી

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે નેત્રનિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો.

આજ રોજ તારીખ ૨૫-૧-૨૪ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટૄસ્ટ સવારકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડીમાં ૨૧૩ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન  માટે બાવન  દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય કબિર ટેકરી સાવરકુંડલા વિશાલ વ્યાસ લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટીમાંથી લાયન્સ ઋજુલભાઈ ગોંડલીયા તથા વિનુંભાઈ અદ્રોજા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જગદીશભાઈ જેઠવા, જિતેનભાઇ હેલૈયા, ચીમનભાઈ નાથજી તથા પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેશભાઈ ભીલ તથા કબીર ટેકરીના સ્વયંમસેવકો વગેરે સેવા આપી હતી.  આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા ૧૩ વર્ષથી યોજાય છે

Follow Me:

Related Posts