વિવિધ ગામો ના આગેવાનો તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા.
સાવરકુંડલા પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિધાર્થી ભવન ખાતે સાવરકુંડલા તાલુકા મામલતદાર એમ.બી.દેસાઈ ની બદલી થતા તથા એરફોર્સ માં સાર્જન્ટ તરીકે બઢતી મળવા બદલ સન્માન સમારોહ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા યોજાયો હતો આ તકે ચાંપરાજબાપુ ની જગ્યા ના મહંત બાપલુબાપુ ખાચર, માતાજી ના ભુવા કનુભાઈ ખુમાણ, અશોકભાઈ ખુમાણ ઠવી, નગરપાલિકા પૂર્વચેરમેન પ્રવીણભાઈ કોટીલા, મોટા ઝીઝુડા પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ, હાથસણી સરપંચ શિવરાજભાઈ ખુમાણ, અમરેલી જીલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ મહેન્દ્રભાઈ વીંછીયા રબારીકા, ચાંદગઢ સેવા સહકારી મંડળી પ્રમુખ દાદભાઈ ધાધલ, જાબાળ સરપંચ ભુપેન્દ્રભાઈ ખુમાણ, ઘોબા સરપંચ દિલુભાઈ ખુમાણ, અમૃતવેલ સરપંચ પ્રતાપભાઈ ખુમાણ, મહેશભાઈ જેબલીયા શેલણા, નજુભાઈ ખુમાણ જાબાળ, હકુભાઈ ખુમાણ બાંઢડા વગેરે સમગ્ર સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રીય સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments