અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ લક્કી આર્ટના ઓર્નર ઈમરાનખાન પઠાણની વધુ એક સરાહનીય કામગીરી

સાવરકુંડલા તાલુકા હેલ્થ વિભાગમાં વિનામુલ્યે નેમપ્લેટ બનાવી અર્પિત કરી તાલુકા હેલ્થ ઓફીસર સહીત તાલુકા એકાઉન્ટ આસિસ્ટન્ટ પ્રોગ્રામ આસી, સિનિયર ક્લાર્ક, સુપરવાઈઝર, મેલ, ફીમેલ સહીત સમસ્ત સ્ટાફ પરિવારની અલગ અલગ પ્લેટ બનાવી તાલુકા હેલ્થ ઓફીસ ખાતે અર્પિત કરી હતી અગાઊ પણ કે.કે. મહેતા હોસ્પિટલના સ્ટાફ માટે આશરે ૧૦૦૦૦ જેટલી કિંમતની નેમપ્લેટો વિનામૂલ્યે અર્પણ કરી હતી.

આ તકે પણ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એસ.બી. મીના સહીતના સ્ટાફે લક્કી આર્ટની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કરી ઈમરાન પઠાણને બિરદાવ્યા હતાં ઈમરાનખાન એક સેવાભાવી અને માનવતાવાદી મનુષ્ય છે તે અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ અને જરૂરી વસ્તુઓ પોતાનાં વીચાર થકી સારા કાર્યો કરતા રહે છે આગાઉ ઘણી બઘી કામગીરીને લઈ ઈમરાન પઠાણ પર મુસ્લીમ સમાજ અને સમગ્ર સાવરકુંડલા શહેર પણ ગૌરવ અનુભવતું હોઇ છે.

Related Posts