અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે હોરી કે રસીયા ફુલફાગ મનોરથ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી યોજાયો. 

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ હોરી કે રસીયા ફુલફાગ મનોરથ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધામધુમપૂવક  યોજાયો હતો જેના મુખ્ય મનોરથી સોની ગીતાબેન ધકાણ હતા કલાવુંદમાં,ગોપાલભાઈ વીરાણી  તથા ગોપાલ તેમજ આજુબાજુ ગામના કીર્તનકાર ભાઈઓ બીજા સાજીંદાઓએ ખુબ જ રસીયા ગાન કરીને સર્વને ખુબ જ આનંદ કરાવેલ ત્યારબાદ મહારાજશ્રી ઐ પ્રથમ પધારી વૈષ્ણવોને  બ્રહ્મસંબંધ કરાવી ઝારી ચરણસ્પર્શ પાઠશાળાના બાળકોને કરાવેલ ત્યારબાદ શ્રી મહાપ્રભુજીને ફૂલોથી ખેલાવી વૈષ્ણવોને ખેલવ્યા હતા૰શયન આરતી બાદ હાજર રહેલા તમામ વૈષ્ણવોને અલ્પહાર તેમજ મનોરથી સહમનોરથીઓને મહાપ્રસાદ લેવરાવમા આવેલ હતો.

આગામી તારીખ ૧૦-૩-૨૪ રવિવારના રોજ જે જે શ્રી ના સાનિધ્યમાં આગામી તારીખ ૨૪-૧૧-૨૪ ના શ્રીમદભાગવદ કથા માટેની એક જનરલ મિટિંગ રાખેલ છૈ સાંજે પ વાગે  જેમાં સાવરકુંડલાના તથા તાલુકાના સર્વ વૈષ્ણવોએ પધારવા બેઠકજી કારોબારી કમિટિ વતી વિજયભાઈ વસાણી રાજુભાઈ શીંગાળા તથા કમિટિના તમામ સભ્યો આમંત્રણ આપે છે તો દરેક વૈષ્ણવો હાજરી આપે યોગ્ય માર્ગદર્શન આપે સાથોસાથ તન મન ધનથી પુરો સહકાર આપે એવી સર્વ વૈષ્ણવ સમુદાયને કારોબારી કમિટિ વિનંતી કરે છૈ૰

Follow Me:

Related Posts