સાવરકુંડલા ખાતે સી.આર.સી. કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં લોક ઉપયોગી સાધનો બનાવવામાં આવ્યા.
સાવરકુંડલા ખાતે સી.આર.સી. કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું સાવરકુંડલાની સરકારી બ્રાન્ચ શાળા નંબર બે ખાતે આજે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર ની તમામ પેટા શાળાના બાળ વૈજ્ઞાનિક દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં લોક ઉપયોગી સાધનો બનાવવામાં આવ્યા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી માનવ જીવન સરળ બને તેવી કૃતિઓ રજુ કરવામાં આવી જેમાં ધોમગીરી આશ્રમના મહંત દ્વારા તમામ બાળકો ને નાસ્તો અને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે બ્રાન્ચ શાળા નંબર 2ના આચાર્ય ભારતીબેન પેટાશાળાના વિજ્ઞાન શિક્ષકો હિતેશભાઈ જોશી, પારુલબેન, ચંદ્રિકાબેન, સંદીપભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ, જયેશભાઈ દ્વારા બાળકોને કૃતિ માટે માર્ગદર્શન આપેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન સીઆરસી કો.ઓ વિપુલભાઈ દુધાત દ્વારા કરવામાં આવેલ.
Recent Comments