સાવરકુંડલા જેસર રોડ ફાટકથી બાયપાસ રોડ સુધીના રોડનું કામ ચાલુ કરવાની રજુઆત રંગ લાવી
સાવરકુંડલા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે જેમાં જેસર રોડ ફાટક પાસેથી જેસર રોડ બાયપાસ સુધી ખુબજ મોટા ગાબડા તેમજ હોમગાર્ડ કચેરી અને અક્ષર મંદરી પુલ પાસે રોડ તૂટી ગયેલ હોઈ ત્યાં બ્લોક બેસાડી અને નેસડી રોડ ગેટ સુધી રોડ રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપ ના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા સ્ટેટ હાઇવે વિભાગ ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી તેમજ સ્ટેટ હાઇવે ના એસ.ઓ શ્રી ભાર્ગવભાઈ ને સ્થળ નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ હતું જે રજૂઆતને ધ્યાનમાં રાખી આ રોડ નું કામ ચાલુ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા છે અને શહેરી જનો માં ખુશીનો માહોલ છવાય ગયો છે આ તકે શહેર ભાજપ મહામંત્રીશ્રી રાજેશભાઈ નાગ્રેચા , નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયસુખભાઈ નાકરાણી , ન.પા.સદસ્ય ,કેશુભાઈ ચુડાસમા, કમલેશભાઈ રાનેરા,સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ , યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી,જિલ્લા યુવા મોરચા કા.સદસ્ય ગૌતમ સાવજ, મોહિતભાઈ સુદાણી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments