અમરેલી

સાવરકુંડલા ઝંખે છે એક રીંગ રોડ શહેરના બહિર્ગોળ વિકાસ માટે તેમજ ટ્રાફિક સમસ્યા તથા પ્રદુષણ નિયંત્રણ માટે આ રીંગ રોડ આશીર્વાદ રૂપ બની શકે 

સાવરકુંડલા શહેરને જ્યારે ખૂબ જ સક્રિય અને સંવેદનશીલ ધારાસભ્ય મળ્યા છે ત્યારે સાવરકુંડલા શહેરને એક રીંગ મળે તો? શહેરી વિકાસની સાચી મજા માણવા માટે પણ સાવરકુંડલાને ફરતે એક રીંગ રોડ જરૂરી તો ખરો..સાવરકુંડલા મહુવા અમરેલીને જોડતો બાયપાસ રોડ તો થયો.. હવે સાવરકુંડલાની બીજી સાઈડમાં આવેલ મહુવા ચલાલા અમરેલી, ભુવા, જેસરને જોડતો શહેરની બારોબારથી પસાર થતો એક બાયપાસ રોડ બને એ સાવરકુંડલા શહેરના સમતોલ વિકાસ માટે જરૂરી છે અને સાંપ્રત સમયની જરૂરિયાત પણ ખરી જો કે નાવલી નદી પર રીવર ફ્રન્ટ થવા જઈ રહ્યો છે ત્યારે નદીના બે કાંઠાને જોડતો શહેરની બારોબારથી જોડતો એક બ્રીજ પણ બને અને શહેરની ફરતે રીંગ રોડ નિર્માણ પામે તો સાવરકુંડલાના મધ્યમાંથી પસાર થઈને અમરેલી ચલાલા, બગસરા, ધારી ભુવા કે જેસર રોડ કે મહુવા તરફ જતાં ટ્રાફિક શહેરની બારોબારથી પસાર થાય શકે 

એટલે શહેરને ટ્રાફિક સમસ્યા અને વાહનોના ધુમાડાથી ઘણી રાહત મળે. વળી બારોબારથી પસાર થતો રીંગ રોડ હોય એટલે ચલાલા, બગસરા, ધારી, ભુવા, અમરેલી , જેસર, ગારીયાધાર કે મહુવા જતાં આવતાં વાહનો સીધા શહેરમાં પ્રવેશ્યા વગર બારોબારથી પસાર થાય પરિણામે એ વાહનચાલકોનો સમય બચે અને ડીઝલ પેટ્રોલનો વપરાશ પણ ઘટે. અને આ બાયપાસ દ્વારા તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાને ધણેઅંશે પ્રદુષણ અને ટ્રાફિક સમસ્યાથી રાહત પણ થાય…સાવરકુંડલાના જાગૃત અને સતત સાવરકુંડલાના વિકાસ માટે ચિંતિત એવા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા આ અંગે વહેલી તકે સાવરકુંડલા નગરપાલિકાની સાંપ્રત બોડીને આગામી પચાસ વર્ષને લક્ષમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપી એક રીંગ રોડનું નિર્માણ કરાવે તો શહેરની શાનમાં ચાર ચાંદ લાગી જાય. સાવરકુંડલા શહેરનો વ્યાસ પણ વધે અને વિકાસ પણ..જો કે આ મુદ્દે જમીન સંપાદન, રોડ મેપ લે આઉટ, જમીન કપાત વગેરે ઘણી કઠીન પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય છે. પરંતુ સાંપ્રત ધારાસભ્ય મહેશભાઈ કસવાળા આ અંગે સરકાર અને અમલદારો  સાથે સંકલન કરીને કાર્ય કરાવવામાં ખૂબ નિપુણ હોય શહેરના રીંગ રોડનું સપનું ફળીભૂત થાય ખરું..

Related Posts