fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ તથા વીર દાદા જસરાજ સેના દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ

આપણે ત્યાં કહેવાય છે  કે ઈશ્વર બધે નથી પહોંચી શકતા ત્યારે કોઈનું ભલુ કરવા માટે ઉમદા વિચાર વાળા વ્યક્તિઓને બીજાની મદદ કરવા જરૂર મોકલે છે. આવું જ એક ઉદાહરણ સાવરકુંડલા ખાતે જોવા મળેલ.ગત રોજ રાત્રે ૯ વાગ્યા આસપાસના સુમારે નાવલી નદીમાં કુમારશાળાની સામે ટેક્સી સ્ટેન્ડ પાસે કોઈ બહેન તેમજ તેનું નાનું ૧ વર્ષ નું બાળક સુતું હતું. જે બહેન બેભાન અવસ્થામાં હતા તેની જાણ વીર દાદા જસરાજ સેનાના હિતેશ સરૈયા તેમજ પરેશ કોટક ને થતા તેઓએ તાત્કાલીક રીતે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હિંગરાજસિંહ ને આ બાબતે જાણ કરતા પોલીસ સ્ટેશન થી અમનભાઈ, ગઢવીભાઈ તેમજ જીતુભાઈ આવી અને ત્યાં હાજર રહેલા ટેક્સી સ્ટેન્ડ ના ભાઇઓના સહકારથી તે બહેનને હોશમાં લાવી અને તેમને તથા તેના બાળક ને સહી સલામત નાવલી પોલીસ ચોકી એ લઇ જઇ જરૂરી ખાવા-પીવાની વસ્તુ આપી માનવતાનું એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts