અમરેલી

સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે આવેલ શ્રી કરજાળા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતી શાળાની વિદ્યાર્થીની ક્રિનલબેન  કિશોરભાઈ ચૌહાણ. 

શ્રી કરજાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ક્રિનલબેને જી. સી. આર. ટી. ગાંધીનગર પ્રેરિત ઝોન કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ઝોન કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં સાવરકુંડલાની શ્રી કરજાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ક્રિનલ કિશોરભાઈ ચૌહાણે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને સાવરકુંડલા તાલુકો – બી.આર.સી.- સી.આર.સી. અને સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. શાળાના શિક્ષિકા બહેનશ્રી ભાવિશાબેન જે. જોશીના માર્ગદર્શન નીચે ક્રિનલબેને અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અને ત્યારબાદ ઝોન કક્ષાએ પોરબંદર મુકામે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. તે બદલ ક્રિનલબેન અને તેમને ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન આપીને તૈયાર કરનાર શ્રી ભવિશાબેન જે. જોશીને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.

Related Posts