ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી.એ.એમ.પટેલનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૧૭/૦૬/૨૦૨૩ ની રાત્રીના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે લીલાપરની દરગાહ પાસે જાહેર પટમાં લાઇટના અંજવાળે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી, આંઠ ઇસમો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ આરોપીઓઃ-
(૧) સીકંદરભાઇ રૂસ્તમભાઇ વાસાણી, ઉ.વ.૩૯, રહે.સાવરકુંડલા, બસ સ્ટેન્ડ પાછળ, તા.સાવરકુંડલા.
(૨) ઇલીયાસભાઇ રૂસ્તમભાઇ ભટ્ટી, ઉ.વ.૩૩, રહે.સાવરકુંડલા, બસ સ્ટેન્ડ પાછળ, તા.સાવરકુંડલા,
(૩) લાખાભાઇ ભગવાનભાઇ ગોહિલ, ઉ.વ.૪૫, રહે.સાવરકુંડલા, મોમાઇ માતાના મંદિર પાસે, તા.સાવરકુંડલા
પકડવાના બાકી આરોપીઓઃ-
(૧) હરદાસભાઇ લાલજીભાઇ ડાભી, રહે.ગાધકડા, તા.સાવરકુંડલા.
(૨) રૂસ્તમભાઇ ઉર્ફે બાવલો હબીબભાઇ કુરેશી, રહે.સાવરકુંડલા.
(૩) વિશાલભાઇ હીરાભાઇ સીંધવ, રહે.સાવરકુંડલા
(૪) ગોવિંદભાઇ રાદડીયા, રહે.મોટા જીંજુડા, તા.સાવરકુંડલા
(૫) હનુભાઇ બોરીઆ, રહે.કુવારા, તા.સાવરકુંડલા
(૬) અરવિંદભાઇ મેવાડા, રહે.સાવરકુંડલા,
(૭) ગૌતમભાઇ રાઠોડ, રહે.સાવરકુંડલા
(૮) હેમાંગભાઇ ગઢીયા, રહે.સાવરકુંડલા
પકડાયેલ મુદ્દામાલઃ-
મુદ્દામાલ.
રોકડા રૂ.૭૬,૭૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૭૬,૭૦૦/- નો
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments