fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગામોમાં જ્યાં પાવર નથી આવ્યો તે ગામોમાં જનરેટર વ્યવસ્થા કરાવી આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકામાં અમુક ગામોમાં આજ દિન સુધી પાવર આવ્યો નથી જેથી ગામોમાં પીવાના પાણી , પશુને પીવાના પાણી અને દરણા દળવા માટે હાલ ગામોમાં મોટી સમસ્યા છે અને હજી ઘણો સમય પાવર આવતા લાગશે તેવું લાગી રહુ છે જેથી આ બધી વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુ છે જેથી ધારાસભ્ય ગામોના પ્રવાસે લોકો અને આગેવાનો દ્વારા એક જ માંગણી હતી કે જનરેટર ફાળવવામાં આવે જેથી ધારાસભ્ય દ્વારા સુરત અને અમદાવાદનાથી તત્કાલ જનરેટર વ્યવસ્થા કરી સાવરકુંડલા ગામો સુધી પુગાડી પોતે જાતે ઉભા રહી ઘણા ગામોમાં જનરેટર ચાલુ કરાવી પીવાના પાણી, ગામોમાં ઘંટી, અવેડા ભરાવ્યાં જેથી ગામોમાં આ પ્રશ્ન હલ કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત પોતે આ તાપમાં વાવાઝોડા બંધ થતાં જ ટુ વ્હીલ લઈ ગામોમાં પુગી ગયા ખૂબ મોટા પ્રમાણમાં નળીયા વિતરણ પણ ધારાસભ્ય સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં કર્યા ધારાસભ્ય આ કામગીરી થી લોકો ખૂબ જ ખુશ છે જ્યારે આ સમયે પોતે ઉભા રહી અને ફક્ત ગામોમાં એન્ટ્રી મારવા નહિ પણ જે ગામમાં જરૂરિયાત હોય તે પોતાના સ્વ ખર્ચે વ્યવસ્થા કરી આપનાર ધારાસભ્ય અને માનવતા નો ધર્મ નિભાવી રહ્યા છે તેવું સાવરકુંડલા જનતા કરી રહી છે ભાજપ કે કૉંગ્રેસ કર્યા વગર તમામ લોકોને એક રાખી ભાજપના સરપંચ હોય તો પણ જનરેટટ ફાળવ્યા.

Follow Me:

Related Posts