સાવરકુંડલા તાલુકાના થોરડી ગામનાં ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળિયા (પટેલ) તારીખ ૨૧/૩/૨૦૨૪ સવારનાં ૭ વાગે થોરડી થી અયોધ્યા (૧૬૦૦) કિલોમીટરની યાત્રાનો સાયકલ દ્વારા યાત્રા પ્રવાસનો પ્રારંભ કર્યો .આ સમગ્ર યાત્રા પ્રવાસ પોતે એકલા અને એ પણ સાયકલ દ્વારા પૂર્ણ કરી ધર્મપ્રેમ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ ગુંજતો કરશે. તેમની આ યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના સાથે લોકો તેમના યાત્રા પ્રવાસ દરમિયાન શુભેચ્છા મુલાકાતે આવ્યા. અહીં સાવરકુંડલા ખાતે પણ યોગીભાઈનો આ યાત્રા પ્રવાસ હેમખેમ સુખરૂપ પૂર્ણ થાય તેવી નગરજનો શુભેચ્છા પાઠવવામાં ઉમટી પડ્યા.તેના યાત્રા પ્રવાસ દરમિયાન ધર્મપ્રેમી લોકો યોગીભાઈ સાથે સેલ્ફી લેતાં પણ જોવા મળ્યા. આ અયોધ્યા સુધીનો યોગીભાઈનો સાયકલ યાત્રા પ્રવાસનો સંદેશ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની રહે તેવી પ્રાર્થના.
સાવરકુંડલા તાલુકાના થોરડીના ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળીયા થોરડી થી અયોધ્યા સાયકલ દ્વારા યાત્રા પ્રવાસે નીકળી પડ્યા.

Recent Comments