સાવરકુંડલા તાલુકાના પ્રગતિશીલ ગામ ભુવાના સામાજિક અગ્રણી કમલેશપરી બી ગોસાઈના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી.
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના યુવા અગ્રણી ભુવા વિકાસ ગ્રુપના સંયોજક તેમજ ભુવા જેવા નાનકડા ગામમાં ચાલતી ટિફિન સેવા શ્રી અન્નપૂર્ણા ટિફિન સેવા કેન્દ્રના સંચાલક કમલેશપરી બી ગોસાઈનો આજરોજ જન્મદિવસ હોય તેમને સાવરકુંડલા તેમજ તાલુકાભરમાંથી જન્મદિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે ઈશ્ર્વર તેમને દીર્ઘાયુ તંદુરસ્ત જીવન અર્પે તેમજ જીવનમાં સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભેચ્છા સાથે કમલેશપરીને શુભકામનાઓ.
Recent Comments