સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના બાળકો આવતીકાલે ઉતરાયણ પર્વ નિમિત્તે ઊંચેરા આભમાં ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પતંગ ઉડાડી પર્વની ઉજવણી કરશે
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ઉતરાયણ નિમિત્તે ભુવા વિકાસ ગ્રુપ દ્વારા આદીવાસી ખેતમજૂરોના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું તો ભુવા ગામની પ્રાથમિક શાળાના બાળકો તથા આંગણવાડીના તમામ બાળકોને જયસુખભાઈ મથુરભાઈ વરાણીયા તરફથી પતંગનું વિતરણ કરવામાં આવ્યું. આમ ભુવા ગામના બાળકો આવતીકાલે ઊંચેરા આભમાં પતંગ ઉડાડી ઉતરાયણ પર્વની આનંદથી ઉજવણી કરશે
Recent Comments