સાવરકુંડલા તાલુકાના ભુવા, વંડા, મોટાભમોદ્રા, આંબરડી અને સાવરકુંડલા શહેરમાંકુલ ૧૩ શકિત કેન્દ્રો ઉપર બહોળી સંખ્યામાં ”મોદી પરીવાર સભા” કરવામાં આવી
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા બુથો(શકિત કેન્દ્રો) ઉપર ખુબ જ જોર શોરથી મીટીંગો અને જાહેર સભાઓ થઇ રહયા છે ત્યારે અમરેલી લોકસભા ભાજપ ઉમેદવાર શ્રી ભરત સુતરીયાની ખાસ ઉપસ્થિતીમાં અને પ્રદેશ ભાજપ મંત્રીશ્રી સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી તેમજ આગામી ૨૦૪૭માં ભારત દેશ વિકસીત બને તેના મુદ્દાઓ વિશે સમજણ આપી આ સાથે સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ, ભુવા, મોલડી, ખાલપર, જુનાસાવર, કેરાળા, વંડા, મેકડા, પીઠવડી, સેંજળ, ઘોબા, મોટાભમોદ્રા, પાટી, શેલણા, ફીફાદ, હિપાવડલી, પીપરડી, આંબરડી, જાબાળ તેમજ સાવરકુંડલા શહેરના વોર્ડ નં.૭,૮,૯ના શકિત કેન્દ્રો ઉપર ખુબ જ મોટી સંખ્યામાં જનતા જનાર્દનની ઉપસ્થીતી જોવા મળી હતી આ ”મોદી પરીવાર સભા”માં ઉમેદવાર શ્રી સુતરીયાએ તેમના ભાષણમાં જણાવ્યુ હતુ કે, હુ ભાષણ ઓછુ કરૂ છુ અને કામ જાજુ કરુ છુ, ખેડુતનો દિકરો છુ, સંસદમાં ખેડુતનો અવાજ બનીશ આ સાથે ધારાસભ્યશ્રી કસવાલા દ્વારા છેલ્લા ટુંકા સમયમાં સરકારશ્રી માંથી અઢળક ગ્રાન્ટો સાવરકુંડલાના વિકાસ માટે લાવ્યા તેની માહિતી આપી અને જેમ વિરોધી દલોએ આપણા નરેન્દ્ર મોદી ઉપર પરિવારને લઇને પ્રશ્ન ઉઠાવેલ તેમને વળતો જવાબ આપવા આપણે દરેક નરેન્દ્ર મોદીના પરિવાર છીએ અને ૪૦૦થી વધારે સીટો લાવવા પ્રચંડ જન સમર્થનને સંબોધન કર્યુ હતુ.
આ મોદી પરીવાર સભામાં સાવરકુંડલા મંડલના વિસ્તારશ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માર્કેડ યાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી, અમરેલી જીલ્લાના સંયોજકશ્રી પુનાભાઇ ગજેરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, લલીતભાઇ બાળઘા, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઇ ભાલળા, મનુભાઇ ડાવરા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી રાણાભાઇ રાદડીયા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઇ માલાણી, નિતીનભાઇ નગદીયા, સંજયભાઇ બરવાળીયા સહીતના કાર્યકર્તાશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતી જોવા મળી હતી તેમ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયાની યાદીમાં જણાવાયુ હતુ.
Recent Comments