સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ખેડુત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ખેડુત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ. આમ પણ ભારત દેશની સાચી ઓળખ તો કૃષિપ્રધાન દેશ તરીકે જ કરવામાં આવે છે. એટલે દિન પ્રતિદિન કૃષિ ક્ષેત્રે થતાં અવનવાં સંશોધનથી ખેડૂતોને આવી તાલીમ શિબિરો દ્વારા માહિતગાર કરવામાં આવે એ પણ સાંપ્રત સમયની માંગ છે. ખેડૂતો આધુનિક કૃષિ અને ઓર્ગેનિક ખેત પેદાશનું જ્ઞાન મેળવી તેને અમલમાં મૂકે તો જ આજનો ખેડૂત વર્ગ થોડા આર્થિક રીતે સધ્ધર થઈ શકે. આજે તો અવનવા સંશોધનો દ્વારા વિવિધ પ્રકારના ખેતીના પાકો ખેડૂતો લઈ શકે તે માટે પણ કૃષિ ક્ષેત્રે ખેડૂત વર્ગનું ખૂબ જ વિશદ જ્ઞાન હોવું જરૂરી છે.. આમ કૃષિ ક્ષેત્રે થતાં અવનવા પ્રયોગો અને ફેરફારોથી ખેડૂત વર્ગ સતત અપડેટ કરે તે માટે પણ આવાં તાલીમ શિબિરો અતિ આવશ્યક છે. અને ખેતીપ્રધાન દેશમાં ખેતી સમૃદ્ધ બને તો આર્થિક મંદીનો પણ સારી રીતે સામનો થઈ શકે.
Recent Comments