fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે શ્રી મોમાઈ ધામ પુંજા આપા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનો આયોજન.

સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે શ્રી મોમાઈ ધામ પુંજા આપા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત ઢગલ પરિવાર તેમજ મેવાસા ગામના ગ્રામજનો દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે કૃષ્ણ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ અને રબારી સમાજના પ્રમુખ મેહુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા આપવામાં આવેલા પ્રસંગિક પ્રવચનમાં. સમાજની દીકરી દીકરાઓને અભ્યાસ કરાવવા તેમના માત પિતાને અપીલ કરવામાં આવી હતી. 

 તેમજ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ વડવાળા દુધરેજની જગ્યાના મહંત શ્રી  ૧૦૦૮ કણીરામ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભાવભર્યું સામૈયું કરવામાં આવેલ.. તેમજ આવેલ સંતો મહંતોનું પણ સન્માન કરવામાં આવેલ. કણીરામ બાપુ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે સમાજની એકતા અખંડિતતા ટકી રહે તે માટે એક થવા હાકલ કરી અને સમાજના તમામને તમામ વ્યસનથી દૂર રહેવા જણાવેલ અને સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવા કણીરામ બાપુએ જણાવેલ અને દુધરેજધામ અને વડવાળા દેવનો મહિમા જણાવેલ અને મેવાસા ગામ અને આશ્રમ સાથેનો નાતો અને સહકાર આપવા અપીલ કરવામાં આ પ્રસંગે મેવાસા ગામના કાઠી ક્ષત્રિય સમાજ પણ હાજર રહ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts