સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શેખ ઈમ્તિયાઝ સતારભાઈએ લુવારા ગામના જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની પરીક્ષા માટેના ફોર્મ ન ભર્યા એ બાબતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારીને ગ્રામજનો અને વાલીઓ દ્વારા આચાર્યની બેદરકારી બદલ રૂબરૂ અને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધીની ચિમકી પણ આપી હતી લુવારામાં આચાર્યએ ૧૨ બાળકના નવોદય પરીક્ષાના ફોર્મ ન ભર્યા પરીક્ષાના છેલ્લા દિવસ સુધી વાલીઓ સામે ખોટું બોલ્યા હતા તાજેતરમા જવાહર નવોદય વિદ્યાલયમા પ્રવેશ માટે છાત્રોની પરીક્ષા યોજાઈ હતી. જો કે સાવરકુંડલા તાલુકાના લુવારામાં પ્રાથમિક શાળાના આચાર્યએ ૧૨ બાળકોના પરીક્ષાના ફોર્મ ન ભરી વાલીઓ પાસે ખોટુ બોલી બેદરકારી દાખવતા વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે અને આચાર્ય સામે કડકકાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.
લુવારા પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ૧૨ છાત્રોના નવોદય પરીક્ષા માટેના ફોર્મ ભર્યા ન હતા. આ અંગે વાલીઓએ અવારનવાર આચાર્યને પુછતા તેણે રીસીપ્ટ આપું છું ફોર્મ ભરાઈ ગયા છે તેવું આશ્વાસન આપ્યુ હતુ. જો કે પરીક્ષાની તારીખ આવી ગઈ હોવા છતા ફોર્મ ન ભરી બેદરકારી દાખવી હતી.. ગ્રામજનો દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ધારાસભ્યને રજુઆત કરવામા આવી હતી. ધારાસભ્ય દ્વારા આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરવામા આવી હતી અને આચાર્યની પોતાની ફરજમાં નિષ્કાળજી બદલ કડક પગલા લેવા તેમણે રજુઆત કરી હતી. આમ, આ બનાવને પગલે વાલીઓમાં ભારે આક્રોશ છે.



















Recent Comments