અમરેલી

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પી.પી.એસ હાઇસ્કૂલ ખાતે પોક્સો એક્ટ અંતર્ગત સેમિનાર યોજાયો.

સાવરકુંડલા તાલુકાના વંડા ગામ ખાતે પી.પી.એસ. હાઇસ્કૂલ વંડામાં POCSO એક્ટ અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં યૌન શોષણના લાખો કેસ નોંધાયછે તેમજ ગુજરાત રાજ્યમાં વર્ષ 2023 – 24માં દરરોજ બળાત્કારના સરેરાશ છ કેસ નોંધાયછે મહિલાઓથી લઇને નાની છોકરીઓ જાતીય સતામણી જેવી ઘટનાઓનો ભોગ બની રહીછે સગીર છોકરીઓને આવી ઘટનાઓથી બચાવવા માટે સરકાર દ્વારા પોક્સો એક્ટ pocso act લાવવામાં આવ્યોછે POCSO એક્ટ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ તેને ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ પ્રોટેક્શન એક્ટ પણ કહેવામાં આવેછે જે અન્વયે એડવોકેટ નિશા મુકેશભાઇ વિરાણી બાઢડા શ્રીધર ક્ન્સલ્ટીંગ દ્વારા પી.પી.એસ હાઇસ્કૂલ વંડાની 200 જેટલી યુવા વિધાર્થીની બહેનોને POCSO એક્ટ અંતર્ગત સમ્પુર્ણ માહીતી પુરી પાડવામાં આવી હતી જે બદલ શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા એડવોકેટ બહેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts