અમરેલી

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના હસ્તે ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના હસ્તે ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહી વિરજીભાઈ ચાંચડે વિનામૂલ્યે પોલીસ સ્ટેશનના નિર્માણ માટે 16 ગુંઠા જમીન અર્પણ કરી હતી. અને 93.77 લાખના ખર્ચે પોલીસ સ્ટેશનના બિલ્ડીંગનું નિર્માણ થયું હતું.જિલ્લા પ્રભારીમંત્રી આરસી મકવાણા અને સાંસદ નારણભાઈ કાછડીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

વંડા પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય ગૃહમત્રી અમીતભાઈ શાહના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું હતું. જ્યારે વંડા પોલીસ સ્ટેશન મંજુર થયું ત્યારે જમીનના ભાવ ઉંચકાયા હતા. જેના કારણે કોઈ જમીન આપવા તૈયાર ન હતું. પરંતુ વિરજીભાઈ ચાંચડે પોલીસ સ્ટેશનના નિર્માણ માટે 16 ગુંઠા જમીન અર્પણ કરી હતી.વંડા પોલીલ સ્ટેશનના લોકાર્પણ સમયે જિલ્લા પોલીસવડા હિમકરસિંહ, સાવરકુંડલા ડીવાયએસપી કે.જે. ચૌધરી, વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. પલાસ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, વી.વી. વઘાસીયા, કમલેશભાઈ કાનાણી, રાજુભાઈ દોશી, જીવનભાઈ વેકરીયા, રાજુભાઈ શીંગાળા અને જલ્પેશભાઈ મોવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ૨૫ જિલ્લાઓમાં રૂ.૩૪૭ કરોડ ના ખર્ચે ૫૭ પોલીસ આવાસો, પોલીસ સ્ટેશનો અને પોલીસ વ્યવસ્થાઓનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રીશ્રી  હરેશભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું છે.

Related Posts