ગત.તા.૨૦ ના રોજ સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે આવેલ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં સા.કુંડલાના જેઈ.એન્જિનીયર એમ.બી. આહીર, ઈએ બી.કે.શુકલ, તેમજ એલએમ. આર.એ.વાળા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે શાળાના વિદ્યાર્થીઓને વીજ બચાવ તેમજ વિધુતના અન્ય સ્ત્રોતો તેમજ પર્યાવરણીય અસરો વિશે ખુબ સરસ માહિતી પુરી પાડી હતી. તેમજ વીજળી બચાવ અંગે શપથ લેવડાવ્યા હતા એમ દિપકભાઈ ઝડફિયાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલી શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ-વંડામાં સાવરકુંડલા પીજીવીસીએલ દ્વારા યોજાયેલ વીજબચાવ ઝુંબેશ સેમિનાર.

Recent Comments