સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧૦૮ મો, નેત્ર નિદાન કેમ્પ તથા હોમિયોપેથિક ડોક્ટર પ્રકાશ સાહેબ તથા સુદર્શન નેત્રાલય અમરેલી તથા લાયન્સ ક્લબ અમરેલીના સહયોગથી યોજાયો હતો આ કેમ્પ વીજપડી આહીર સમાજની વાડીમાં દાતાશ્રી જગદીશભાઈ કે ગુજર તેમજ મનસુખભાઈ કે ગુર્જર પી.આઈ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો જાહેર કરવામાં આવ્યો આ કેમ્પમાં સુદર્શન નેત્રાલયના કીર્તિદાદા તેમજ તેમની ટીમ દ્વારા ૨૨૫ દર્દીઓએ સારવારનો લાભ લીધેલ જેમાં ૪૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સ્પેશિયલ વાહન મારફતે અમરેલી લઈ જવાયા તેમજ હોમિયોપેથિક ડોક્ટર પ્રકાશ ગુંદરણીયા સાહેબ ૧૨૫ દર્દીઓને તપાસેલ તમામ દર્દીઓને વિનામૂલ્ય દવા પણ આપવામાં આવેલ આ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને ચા પાણી નાસ્તો તેમજ બપોરનું ભોજન દાતાશ્રી તરફથી આપવામાં આવેલ આ કેમ્પમાં લાયન્સ ક્લબના જીતુભાઈ ડેર અમરેલી જિલ્લાના આરોગ્ય ખાતાના ચેરમેન તેમજ તેમની ટીમ દ્વારા સારી મહેનત કરી આ કેમ્પ ને સફળ બનાવવામાં માધવ સેવા ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓ હાજર રહી કેમ્પને સફળ બનાવેલ એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

Recent Comments