અમરેલી

સાવરકુંડલા તાલુકાના PGVCL ના અધિકારી ઓની હાજરીમાં ધારાસભ્યશ્રીની કાર્યાલયે લોક દરબાર યોજીને સાવરકુંડલા તાલુકાના ગામડાઓના PGVCL લગત પ્રશ્નો સાંભળતા પ્રતાપ દુધાત

 આજ રોજ ધારાસભ્ય તેમના તાલુકાના પ્રવાસ દરમ્યાન સાવરકુંડલા MLA કાર્યાલય ખાતે સાવરકુંડલા PGVCL અધિકારીઓ ને બોલાવીને સાવરકુંડલા તાલુકાના ગામોમાં ઘર વાપરશ વીજળી, ખેતીવાડી વીજળી, તેમજ લો વોલ્ટેઝ, હાઈ વોલ્ટેજ, શોર્ટ સર્કિટ, સમયસર વીજળી નહિ મળવાના ઘણા પ્રશ્નો હતા,         જે અન્વયે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, અને pgvcl ના અધિકારીઓ  સાથે સંકલન કરી અને લોકદરબાર માં લોકોને સ્થળ પર ન્યાય મળે તેવા શુભ આશય થી  લોક દરબાર યોજવામાં આવેલ હતો. જેમાં સાવરકુંડલા તાલુકા ના ગામોમાંથી . આગેવાનો, હોદેદારો, અને અરજદારો હાજર રહ્યા હતા. જેમાં લોકો ને પડતી મુશ્કેલીઓ ને ધારાસભ્ય શ્રી એ સાંભળી હતી, અને લોકોને તેમના પ્રશ્નોનો જેવા કે, ઘર વાપરશ વીજળી માટે કવોટેશન આવેલ હોય તેમનું કોટેશન ભરેલ હોવા  છતાં તેઓને વીજ મીટર આપવામાં આવેલ નથી તેઓને સત્વરે વીજ મીટર આપવા જણાવેલ તેમજ  લો વોલ્ટેઝ, હાઈ વોલ્ટેજ  જેવા પ્રશ્ને અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ અધિકારીઓ દ્વારા વહેલી તકે આ પ્રશ્નો ને નિકાલ લાવવામાં આવશે તેવું જણાવેલ તેમજ ખેતીવાડી વીજળી ના પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કરવાની ખાત્રરી આપેલ છે.તથા સમયસર વીજળી નહિ મળવાના બાબતે અધિકારી ઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે આમ સાવરકુંડલા તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની લોકદરબાર માં  PGVCL  ના અધિકારી ને તેમના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકાના વીજળી લગત પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી ને સત્વરે નિકાલ કરવા  જવાબદાર અધિકારીઓને સુચના આપેલ હતી,         આમ ધારા સભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકા ના PGVCL  લગત પ્રશ્ને લોકદરબાર યોજી ને લોકોને ન્યાય મળી રહે તેવા ઉદેશ રાખીને પ્રશ્નો નો ટુક સમય માં નિકાલ લાવવામાં આવશે તેવી PGVCL અધિકારીઓ દ્વારા ખાત્રી આપેલ છે.

Related Posts