સાવરકુંડલા તાલુકા ના ભંમર ગામ ના સર્વો પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ
સાવરકુંડલા તાલુકા ના ભંમર ગામના સર્વો પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નું બાલુદાદા ભટ્ટ ધારગણી વાળા વ્યાસપીઠ બિરાજી સંગીતમય શૈલી માં કથા રસપાન કરાવી રહ્યા છે આ જ્ઞાનયજ્ઞ દરમિયાન કપિલ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, વામન જન્મ, શ્રી રામ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, પરિક્ષિત મોક્ષ, દરરોજ રાત્રી ના સંતવાણી વગેરે ધાર્મિક પ્રસંગો ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રોતાજનો તથા સમસ્ત ગામ ને ભોજન પ્રસાદ… આ ભાગવત કથા શ્રવણ કરવા ભંમર તથા આસપાસ ના ગામો માંથી માનવ મહેરામણ ઉમટી રહેલ છે. કથા મંડપ અને રસોડા વિભાગમાં ભંમર ગામ ના યુવાનો અને ગામ સમસ્ત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ઓઢભાઈ ભુકણ, ભીખુરામબાપુ હરિયાણી ની યાદીમાં જણાવેલ છે.
Recent Comments