સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખના ગામે 101 મણનો પ્રસાદ.
સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાના ગાધકડા ગામે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગાધકડા ગામે દરેક પરિવાર હિન્દુ મુસ્લિમ એકતાનું મહોત્સવમાં સર્વ ધર્મ સમભાવની લાગણી સાથે ગાધકડા ગામ રામમય બનેલું જોવા મળે છે આખા ગામમાં શેરીએ શેરીએ ધજા પતાકા સાથે શણગારવામાં આવેલ છે. સવારે 9:00 કલાકે તમામ ઘરે ઘરે સવા કિલો પ્રસાદ ઘર દીઠ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ રામજી મંદિરે પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારબાદ બપોરે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ જ્ઞાતિના રામ ભક્તો જોડાશે અને સાંજના સમયે ધૂન કીર્તન સવારના છ કલાક સુધી સતત ચાલુ રહેશે. આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ જ્ઞાતિના આગેવાનોનો સપોર્ટ મળેલ છે તેમ સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનું નિવેદન જાણવા મળે છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
One attachment • Scanned by Gmail
Recent Comments