તા 17/5/2021ના રોજ આવેલ ભયંકર વાવાઝોડાના કારણે સાવરકુંડલા તેમજ લીલીયા વિસ્તારમા લોકોના મકાનો, ગોડાઉનો તેમજ પશુઓના ફરજાઓનુ ખુબજ મોટા પ્રમાણમા નુકશાન થયેલ છે તેમજ વાવાઝોડાની સાથે અતિ ભારે વરસાદના કારણે અને ખોડીયાર ડેમના દરવાજા ખોલવાથી શેત્રુંજી નદીમા ભયંકર ઘોડા પુર આવવાથી શેત્રુંજી નદીના કાંઠાના ગામોમા ખેડુતોની જમીનનુ ખુબજ મોટા પાયે ધોવાણ થયેલ છે,ચોમાસું નજીકમાં હોય ખેડુતોએ પોતાની ખેતીની જમીન ખેડાણ કરી વાવણી માટે તૈયાર કરેલ હોય જે જમીનમા પુરના પાણી ફરી વળતા જમીનમા મસ મોટા ખાડા પડી ગયેલછે અને જમીન વાવવા લાયક રહી નથી ખેડુતોને ડબલ માર પડેલ છે તેમજ સાવરકુંડલા શહેર અને લીલીયાના લોકોના રહેણાંક મકાનો તેમજ વેપારીઓની દુકાનો તેમજ નાના મોટા ઉદ્યોગોના શેડ,તેમજ બનાવેલો તૈયાર માલ વગેરેનુ મોટા પ્રમાણમા નુકશાન થયેલ હોય તાત્કાલિક સવેઁ કરી સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકાના ખેડુતો, વેપારીઓના જાન માલને થયેલ નુકશાનીનુ વળતર ચુકવવામાં આવે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી અને જીલ્લા વહીવટી તંત્રને રજુઆત કરતા પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી
સાવરકુંડલા તેમજ લીલીયા વિસ્તારમા વાવાઝોડાથી રહેણાક મકાનો, ફરજા, ગોડાઉનો તેમજ પુરથી ખેડુતોની જમીન ધોવાણ થયેલ નુકશાન અંગે વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત કરતા પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી

Recent Comments