અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર મામલે PMમોદીને રજુઆત કર્તા ભાજપ પૂર્વ મહામંત્રી

સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર મામલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને રજુઆત કરવામાં આવી. સાવરકુંડલા નગરપાલિકામા ગત માર્ચ ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની લેખિતમા ફરીયાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કરવામાં આવી છે. સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આ ફરિયાદમા જણાવાયું છે કે ગત અઢી વર્ષના શાસનકાળમાં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ અને તેના મળતીયાઓ દ્વારા રોડ-રસ્તાઓના કામ, વાર્ષિક કામ, રોડ રિસરફેસિંગના કામ, બોઘરીયાણી ડમ્પીંગ સાઈટની દિવાલનુ કામ, પાણી પુરવઠાના સાધનોની ખરીદી, સબમર્સીબલ મોટર રીવાઇડીંગ ના કામ વિગેરેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે.

હાલમાં જ્યારે સમગ્ર દેશમાં પ્રમાણિક અને નિષ્ઠાવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભ્રષ્ટાચારને જડ મૂળમાંથી નાબૂદ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં મહદ અંશે સફળતા પણ મળેલ છે પરંતુ સાવરકુંડલા નગરપાલિકામાં ગત ટર્મના શાસકો દ્વારા અંદાજે રૂપિયા ૧૮ કરોડનો ભ્રષ્ટાચાર આચરી જનતાના પૈસાની રીતસરની લૂંટફાટ મચાવેલી છે જેથી સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લેખિતમાં ફરિયાદ કરી ભ્રષ્ટાચાર કરનાર તત્કાલીન પ્રમુખ અને તેના મળતીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલ છે.

Related Posts