fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલીકાના સુપરવાઈઝર પરષોત્તમભાઈ મારુંનું દુઃખદ અવસાન થતાં સફાઈ કર્મચારીઓ દ્વારા એક કલાક વધુ સફાઈ કરી મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી.

સાવરકુંડલા નગરપાલિકા સેનેટિશન વિભાગમાં સફાઈ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારી પરસોતમભાઈ હીરજીભાઈ મારુંનું દુઃખદ અવસાન થતા તેમને શ્રધાંજલિ રૂપે સાવરકુંડલા નગરપાલિકા સેનીટેશન વિભાગના ચેરમેન તેમજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા એક  કલાક વધુ સફાઈ કરી સ્વ.પરસોતમભાઈ મારુંને પોતાનું શ્રમદાન અને સફાઈ અભિયાન કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સેનીટેશન વિભાગના ચેરમેને  જણાવ્યું કે લગભગ આવા દુઃખદ બનાવમાં લોકો ધંધા રોજગાર કે નોકરિયાતોને એક દિવસની રજા  આપવામાં આવે છે પણ આજ એક અલગ શ્રધાંજલિ અર્પણ કરી સાવરકુંડલા સેનીટેશન વિભાગના ચેરમેન તેમજ સફાઈ કર્મચારીઓએ નવો ચીલો ચાતરીને લોકો એ પણ દેશની પ્રગતિ તેમજ રાષ્ટ્ર હિત માટે આવી રીતે વધુ કામ કરી શ્રધાંજલિ અર્પણ કરવી જોઈએ આતકે સાવરકુંડલાના નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચીફ ઓફિસર હસમુખભાઈ બોરડ, પાલીકા એન્જિનિયર હરેશગીરી ગોસાઈ, હાઉસટેક્સ ઇન્સપેક્ટર મનોજભાઈ ત્રિવેદી સહિતના તમામ કર્મચારી ઓએ મૌન પાળી શ્રધ્ધાજલી અર્પણ કરી હતી. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts