સાવરકુંડલા નજીક સિંહને હડફેટે લઇ મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલકની અટકાયત
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/11/FOREST-AAROPI-1.jpg)
તા. રર-11-ર1 ના રોજ વહેલી સવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા હાઇવે પર નવા ગોરડકા બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક ઈસમ દ્વારા સિંહ નરનું રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજાવી વાહન સાથે ફરાર થઈગયેલ.
આ બાબતે કપિલ ભાટીયા, આર.એફ.ઓ. સાવરકુંડલા, ગીર પૂર્વ વન વિભાગ અને તેમની ટીમ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ 197ર મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
જે અંતર્ગત હાઇવે વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ, અમરેલી પોલીસ કમાંડ કન્ટ્રોલ અને કચ્છ પૂર્વ વન વિભાગના સહકારથી જાણવા મળેલ કે આ હિટ એન્ડ રન અકસ્માત હેવી વ્હિકલ ટ્રક નંબર જી.જે.1ર બી.ડબલ્યુ. 46પ1 દ્વારા ડ્રાઈવર રોશન સિંગ (ઉંમર-30 વર્ષ, રહેવાસી-જગપુરા રાજસ્થાન)થી થયેલ હતું. જે અનુસંધાને આજરોજ તા.રપ-11-ર1ના આ ઈસમની વાહન સાથે અટક કરી વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ 197ર મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
Recent Comments