સાવરકુંડલા નાથજી સમાજના સમાધિ સ્થાન ફરતે તાર ફેન્સીગ અથવા કમ્પાઉન્ડ દીવાલ બનાવવા ધારાસભ્ય પાસે માંગ કરવામાં આવી.
સાવરકુંડલાના વિજયાનગર રોડ પર મોમાઈ માતાજીના મંદિર પાસે નાથજી સાધુ સમાજનું સમાધિ સ્થાન આવેલ છે જે સમાધિ સ્થાન હાલ સાવ ખુલ્લુ હોવાથી તેમની ફરતે તાર ફેન્સિંગ અથવા કમ્પાઉન્ડ દીવાલ બનવવાની સમસ્ત નાથજી સમાજના લોકો દ્વારા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલા નાથજી જ્ઞાતિ સમાંજ જ્ઞાતિનું સ્મશાન સાવરકુંડલા ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે વિજ્યાનગર રોડ ઉપર આવેલ છે. આ સમશાનમાં હાલ કોઈ ફેન્સીંગ કે પાળ બાંધેલ નથી હાલ તદન ખુલુ છે જેથી આ સ્મશાનમાં ગાય, ભુંડ, કુતરા વિગેરે આવીને સ્મશાનામાં આપવામાં આવેલ સમાધીઓને નુકશાન પહોચાડી રહ્યા છે એમ અમિતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
Recent Comments