અમરેલી

સાવરકુંડલા ના વજલ પરા પટેલ વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો 

સાવરકુંડલા ના વજલ પરા પટેલ વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નેસડી ખોડિયાર મંદિરના મહંત લવજીબાપુના હસ્તે દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ધોરણ એક થી કોલેજ સુધીના તમામ હોશિયાર વિદ્યાર્થીઓના સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઈનામો આપવામાં આવ્યા હતા આ આ કાર્યક્રમ ના મુખ્ય સ્પોન્સર સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ પ્રતીક નાકરાણી હતા તેમજ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અને જવાબદારી દેવચંદભાઇ કપોપરા અને કરસનભાઇ ડોબરિયા સંભાળી હતી આ ઈનામ વિતરણ સમારોહ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રી વઘાસિયા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી ડીવાયએસપી કે જે ચૌધરી અમરેલી થી કાંતિભાઈ વઘાસીયા સુરેશ ભાઈ દેસાઈ તેમજ સાવરકુંડલાના તમામ પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ સંખ્યા જોવા મળી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન હરેશ બાવીસીએ કર્યું હતું

Related Posts