સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદિર ખાતે અમેરિકા ના ડોક્ટર દ્વારા મનોરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.
સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 100% નિ:શુલ્ક હોસ્પિટલ ખાદી કાર્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન સામે નિઃશુલ્ક મનો રોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે. નિઃશુલ્ક હોસ્પિટલ ખાતે અમેરીકામાં મનોવિજ્ઞાન નાં નિષ્ણાત તરીકે પ્રસિદ્ધ એવા ડોક્ટર રશ્મિબા જાડેજા ચૌહાણ (એમ.એસ., એ.ડી.સી., આઈ.સી.એ.ડી.સી., એલ.પી.સી.), જેઓ અમેરિકા ના વતની છે. શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ની પ્રણાલી મુજબ આ સેવા પણ નાગરિકો માટે તદ્દન નિઃશુલ્ક ધોરણે આપવા બદલ તેમજ છેલ્લા છ વર્ષથી ડૉ. રશ્મિબા જાડેજા ચૌહાણ નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. આગામી તારીખ 21/06 થી 29/06 સુધી 09 દિવસ સેવા આપશે જેમાં ગુટકા, પાન, તમાકુ જેવા વ્યસન છોડવા માટે સલાહ સૂચનો આપી મહિલાઓને ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપશે તેમજ વિદ્યાર્થીઓને પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી કાઉન્સેલીંગ કરશે તેઓની આરોગ્યલક્ષી સેવા નો લાભ લેવા સાવરકુંડલા તથા તાલુકાના આસપાસના દર્દીઓએ સેવાનો વઘુમાં વઘુ લાભ લેવા આરોગ્ય મંદિર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Recent Comments