સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે આનંદેશ્વર મહાદેના સાનિધ્યમાં આશ્રમ સત્સંગ મંડળ દ્વારા સદ્દગુરુ સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના આર્શીવાદથી મોટો મંડપ નાખી તેમાં દર્શનીય અને મહાકાય વિશાળ હિમાલય પર્વતના દર્શન તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન ભોળાનાથના બાર જ્યોતિલીંગ દર્શન અને પરમ પૂજ્ય સદગુરૂ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા કરવામાં આવેલ તપશ્ચર્યા નુ આબેહૂબ સૂકાઘાસની કુટિર બનાવવામાં આવીછે જેના દર્શન માટે સમગ્ર દેશમાંથી આશ્રમ સેવકો અને સાવરકુંડલા તાલુકાના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો શ્રાવણ માસ નિમિતે ઉમટી રહ્યાછે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાછે
દરવર્ષ શ્રાવણ માસ નિમિતે સાવરકુંડલા સંન્યાસ આશ્રમ ખાતે સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય ગુરૂદેવના આર્શીવાદથી અલગ અલગ દર્શનીય ફ્લોટ, મુર્તિઓ વગેરે બનાવવામાં આવી રહ્યુંછે જેનાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યાછે હાલ પરમ પૂજ્ય સદગુરૂ સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ સાવરકુંડલા સંન્યાસ આશ્રમ ખાતે ચાતુર્માસ કરી રહ્યાછે ત્યારે સેવકસમુદાય અને લોકોને તેમના પણ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાછે તેમજ શ્રાવણ માસના દર સોમવારે અલલ અલગ ભગવાન મહાદેવનો શણગાર કરવામાં આવી રહિયોછે તેમ આશ્રમ સેવક યુગગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.
સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે દર્શનીય હિમાલય, બાર જ્યોતિલિંગ અને સદગુરૂ તપશ્ચર્યા કુટિર બનાવવામાં આવ્યું.

Recent Comments