સાવરકુંડલા નું માનવ મંદિર સૌરાષ્ટ્ર માટે મનોરોગી ના અભ્યાસનું કેન્દ્ર બની ગયું છે નર્સિંગ ની ૫૦ જેટલી બહેનો અભ્યાસ વર્ગ માટે આવી છે
સાવરકુંડલા માનવ મંદિર અમરેલી નેત્ર ચિકિત્સા કોલેજ ઓફ નર્સિંગ ની ૫૦ જેટલી બહેનો અભ્યાસ વર્ગ માટે આવી છે પૂજ્ય ભક્તિરામ બાપુ ની નિશ્રા માં આશ્રિત મનોદિવ્યાંગ બહેનો ની માનસિક સ્થિતિ અંગે અભ્યાસ કરવા ઉત્સુક નર્સિંગ કોર્સ ની બહેનો એસાવરકુંડલા માનવ મંદિર ની આશ્રિત મનોદિવ્યાંગ બહેનો અંગે ખાસ કરીને નર્સિંગ કોર્સ માં મનોરોગી બહેનો ની રહેણીકરણી અને કઈ ટ્રીટમેન્ટથી કેવા વાતાવરણથી આ માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગ બહેનો સાજી થાય છે તેના અભ્યાસ માટે આવી પહોંચી છે અને તેમને આપવામાં આવતી સારવાર દવા તેમને આપવામાં આવતું ભોજન કઈ રીતે રહે છે કેવી વાતો કરે છે તે બધું જ નિરીક્ષણ અને અભ્યાસ કરી રહી છે આ પહેલા અમરેલીની અન્ય નર્સિંગ કોલેજો અને રાજકોટની નર્સિંગ કોલેજની બહેનો આ અભ્યાસ માટે આવી ચૂકી છે ત્યારે સાવરકુંડલા નું માનવ મંદિર સૌરાષ્ટ્ર માટે મનોરોગી ના અભ્યાસનું કેન્દ્ર બની ગયું છે
Recent Comments