fbpx
અમરેલી

સાવરકુંડલા પ્રિયાંશી સ્કૂલના બાળકોએ નવરાત્રી અને શરદપૂનમ ની ઉજવણી કરી. બાલમંદિર થી ધોરણ 8 સુધીના વિધાર્થીઓએ ટ્રેડિશનલ કપડા ગરબે ઘૂમ્યા.

સાવરકુંડલાના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાલમંદિર થી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળામાં નવરાત્રી અને શરદપૂનમ ની ઉજવણી ના ભાગરૂપે રાસ ગરબા અને ઇનામ વિતરણ શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, એડવોકેટ રમેશભાઈ હીરાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું સિનિયર કે.જી. અને જુનિયર કે.જી.ના નાની બાળાઓ અને બાળકો દ્વારા અવનવા રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસોં પહેરીને વાલીઓને આકર્ષિત કર્યા હતા શરદ પૂનમ ની રઢીયાળી રાત નિમિતે પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.

સાવરકુંડલા પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક દ્વારા શરદોત્સવની વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં રાસ ગરબા લીધા હતા અને અલગ અલગ ધોરણ વચ્ચે સ્પર્ધાઓ યોજાઈ હતી શરદ પૂનમની રઢિયાળી રાત્રે રાસ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવની અંદર ધોરણ 1થી 8ના વિદ્યાર્થી બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશ પહેરીને રાસ ગરબા રમતી જોવા મળ્યા હતા આતકે વિદ્યાર્થીના વાલીઓ, શેક્ષણિક સ્ટાફ, ટ્રસ્ટીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આતકે પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક ના પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી, શિક્ષિકા દિશા ગોસાઈ, કૃપાલીબેન ગળથીયા, જાનવી ગોસાઈ, કાજલબેન, અમીષાબેન, સાક્ષીબેન, દીપુબેન વગેરે શેક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થી ઓને ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર કરીને શરદપૂનમ રાસોત્વની ઉજવણી કરી હતી તેમ ધોરણ ત્રણના વિદ્યાર્થી યુગગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts