અમરેલી

સાવરકુંડલા-મહુવા રોડ ઉપર બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહુવા રોડ પર એસ. ટી. અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. એસ ટી. અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતાં ભાગદોડ મચી ગઇ હતી. થોડીવાર માટે ટ્રાફિક જામ થયેલો જોવા મળેલ. સદનસીબે બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા પહોંચી ન હતી. આમ ગણો તો સાવરકુંડલા મહુવા માર્ગ અહીંથી જ પીપાવાવ પોર્ટ તરફ પણ અનેક હેવી કન્ટેનરો આ રોડ પરથી પસાર થતા હોય છે એટલે આ માર્ગ આમ તો વાહનવ્યવહારથી સતત ભરચક રહેતો હોય આ માર્ગ પર અકસ્માતો થવાની શક્યતાઓ પણ વધુ જોવા મળે છે. આગળ ઉપર જતા આ રસ્તાના વળાંકો પણ જોખમી હોય આ માર્ગ પર વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ.

Related Posts