સાવરકુંડલા માં શ્રી મહાપ્રભુજી ની બેઠકજી ખાતે મુંબઇ સ્થિત વસાણી પરિવાર દ્વારા મનોરથ નું આયોજન કરાયું
સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી બેઠકજી એ મુંબઇ સ્થિત રાજુભાઈ વસાણી દ્વારા ઠાકોરજી મનોરથ નું આયોજન કરવામાં આવેલ હતુ. જે ગૌ. વાસી લીલાવંતી વૃજલાલ વસાણી ના સ્મરણાર્થે દર વર્ષની માફક વૈષ્ણવોને મનોરથ કરી મહાપ્રસાદ લેવરાવવાનો મુખ્ય હેતુ હતો. જેમાં નંદમહોત્સવ પલના ના ઘણા જ વૈષ્ણવોને દર્શન કરાવી દરેક વૈષ્ણવો ને રાજભોગ ના દર્શન ના લાભ સાથે મહાપ્રસાદ લેવરાવેલ હતો. તેમજ આગામી તારીખ ૪-૧૧-૨૪ ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ હોય જેમા પણ રાજુભાઈ ના માતા-પિતા લીલાવંતી વૃજલાલ વસાણી ના સ્મરણાર્થે ૧૦૦૦ વૈષ્ણવો ને પ્રસાદ લેવરાવવા માટે સેવા લખાવી હતી.
આ તકે સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી બેઠકજી કારોબારી કમિટી દ્વારા રાજુભાઈ વસાણી પરિવાર નો આભાર માનેલ. જે વૈષ્ણવો આગામી સપ્તાહ ના વિવિધ મનોરથો જેમકે પોથી યજમાન/ સમૂહ માળા પહેરામણી/છપ્પનભોગ /મહાપ્રસાદ ના સહ મનોરથી તેમજ ઘણા વિવિધ મનોરથો માં સહભાગી થવા માંગતા હોય તેઓએ કારોબારી કમિટી નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ. આ તકે પુરૂષોતમલાલજી મહારાજના જન્મ દિવસ તેમજ ગોવર્ધનનાથજી પ્રભુ પાટે બિરાજશે આવા અનેક વિવિધ મનોરથો માં સહભાગી થવા દર્શનનો તથા મહા પ્રસાદ નો લાભ લેવા દરેક વૈષ્ણવો ને પધારવા હદયથી આમંત્રણ પાઠવવામાં આવેલ.
Recent Comments