fbpx
અમરેલી

સાવરકુંડલા માં સ્વ.બિરેનભાઈ દિનેશચંદ્ર દોશી ની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે વિના મુલ્યે કુદરતી ઉપચાર કેમ્પ યોજાયો

દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. બિરેનભાઈ દિનેશચંદ્ર દોશી ની ચોવીસ મી પુણ્યતિથિ નિમિત્તે કુદરતી ઉપચાર કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં અસાધ્ય રોગો જેવા કે સાંધાના દુખાવા, સાયટીકા, માઈગ્રેન, ઘૂંટણના દુખાવા, પેરાલીસીસ, ફેક્ચર પછી ની કસરત, તેમજ શરીરના કોઈપણ દુખાવા ની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, જેમાં એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિ દ્વારા સારવાર કરવામાં આવી હતી. સાવરકુંડલા શહેર અને તાલુકામાં થી ખુબ મોટી સંખ્યામાં દર્દી નારાયણે લાભ લીધેલ. આ કેમ્પમાં કુદરતી ઉપચાર કેન્દ્ર સાવરકુંડલાના ચિકિત્સક ગોપાલભાઈ ભરખડા અને હિનાબેન ભરખડા દ્વારા સેવા આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ ગોસાઈ, શિરીષભાઈ ઠાકર, સતીષભાઈ પાંડે દ્વારા જહેમત ઉઠાવેલ તેમજ પરાગભાઇ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ ને સફળ બનાવવામાં આવેલ.

Follow Me:

Related Posts