સાવરકુંડલા મામલતદાર કચેરી તથા પ્રાંતકચેરીના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું
સાવરકુંડલા મામલતદાર કચેરી તથા પ્રાંતકચેરીના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું. સરકારને તા. ૧૭/૦૯/૨૦૨૨ થી અચોક્કસ મુદતની હડતાલ કરવાનું જાહેર કરેલ છે તેમની પડતર માંગણી નીચે મુજબની છે. કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ, માનદ વેતન જેવી શોષણ ભરી નિતીઓ દુર કરવામાં આવે. આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવામાં આવે. એજન્સી મારફત કર્મચારીની નિમણુંકને બદલે સરકાર શ્રી દ્વારા નિમણૂંક અને વેતન આપવામાં આવે. ઉકત માંગણીઓનું નિરાકરણ નહિ આપવામાં આવે તો તા. ૧૭/૦૯/૨૦૨૨ થી અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી આઉટસોર્સિંગ કર્મચારીઓ એ આપેલ છે.
Recent Comments